Monday 15 July 2013

પસ્તાવો....



પસ્તાવો...


ભગવાન....  !
હોય ગુસ્સો પણ આવો?
કે જેનો નથી કંઈ જ વાંક
તેના માટે મારામાં
આટલો મોટો વળાંક?
કહી કહી ને શું કહ્યું
એણે મને?
એજ ને કે જે લાગ્યું
સત્ય તને?
જાણવા છતાય કર્યો મે
એના પર ગુસ્સો,
જેથી હું જ થઈ દુ:ખી આખરે ને
ઘટયો એનો જુસ્સો...
જે પણ થયું એના માટે
દિલ થી ક્ષમા માંગુ છું,
મારા આ ગુસ્સા માટે
પ્રેમ થી સજા માંગુ છું,
વચન છે રાખીશ ધ્યાન
નહિ કરું ક્રોધ
માહિ નું છે આ બ્યાન
ના કર બીજી શોધ.

                                                         મનસ્વી ડોબરીયા "માહી"

Thursday 20 June 2013

હ્રદય નથી...



                                                                       

  હ્રદય નથી...

ક્યાં મૂકું 'પ્રકાશ' હું તને?

                            આપવા તુજને પરછાઈ નથી.
ક્યાં રાખુ 'કાચ' હું તને?
                              જોવા તારા માં પ્રતિબિંબ નથી.
ક્યાં બાંધુ 'ઘડિયાળ' હું તને?
                               આપવા તુજને સેકન્ડ'ય નથી.
ક્યાં મૂકું 'ફરપરતાં પાન' હું તને?
                              આપવા તુજને પવન નથી.
શું કરૂ 'શરણાઈ' હું તને?
                            આપવા તુજને શૂર નથી.
શું કરૂ 'જીવન' હું તને?
                                      જીવવા "માહી" પાસે હ્રદય નથી

                                                            "માહી" મનસ્વી ડોબરીયા

Tuesday 18 June 2013

ક્ષિતિજ ની પેલેપાર...





ક્ષિતિજ ની પેલેપાર...


શું દરીયો હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
તેનો ઘડવૈયો હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
તેનો અજહર હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
શું સૂરછ હસ્તો હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
કે આમ જ બળબળતો હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
આખરે શું હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
"માહી" નું મન તો છે જ
ક્ષિતિજ ની પેલેપાર...
                                                        
                                                               "માહી" મનસ્વી ડોબરીયા

Saturday 1 December 2012

જન્મદિન શુભેચ્છા...!




જન્મદિન શુભેચ્છા...!

મને ખરી
મિત્રતાના
તાંતણે બાંધનારી
પ્રિય
મિત્ર દશૅના...!
આજે માત્ર
ને
માત્ર તારા
માટે
છે
આ સજૅના...



મારી જીભ તને
કહેવા માટે
છે
આતુર,
'હજારોની ભીડમાં
પણ
મારે તારી છે
જરુર..!'
પ્લીઝ....
કયારેય પણ
જો
મારી થાય
અવિચારી ભૂલ,
તેના માટે હંમેશ
ની
દીલગીરી....
મનોમન કરી
લે જે
કબૂલ..!



''સફળ સ્વરૂપ
ધારણ કરે
તારી
સવૅ મહેચ્છા,
એ જ 'માહી'ની
છે
તારા અઢારમાં
(સવૅ હક અપાવનાર)
જન્મદીન ની શુભેચ્છા..!"



*એક સાચા મિત્ર તરીકે એટલું જરૂર કહીશ...


"આત્મવિશ્ર્વાસ થી
ભરેલી તારી
બે આંખો
ને'
અભ્યાસ રૂપી
આ પાંખો
બસ,
બીજું શું જોઈએ...?
ઊડી જા દ્ધઢનિદ્યાર
રૂપી ગગનમાં...
'આલ ઈઝ વેલ'
જોઈ રહેશે આ
જગ આખો"

                                           "માહી" મનસ્વી ડોબરીયા
.

Thursday 14 July 2011

તું સુવાસ રેલાવ...





તું સુવાસ રેલાવ...

મારા હૈયા નો હાર બની ને,

હૈયા ને શોભાવજે તું,
દિલ નો દરીયાવ તણો,
પ્રેમ માં ડુબાડજે તું,
મારા અંતર નો નાદ સુણી ને,
ભીતર સુવાસ રેલાવજે તું,
જીવન ના સોના ના સૂયૅ ને,
માહી તણા પ્રેમ થી વધાવજે તું.

                                                                     "માહી" મનસ્વી ડોબરીયા

Thursday 30 June 2011

કંઈક કહેવું હતું...




કંઈક કહેવું હતું...


કેમ? વિહગ ને કંઈક કહેવું હતું... છતાં ખચકાતું હતું
વળી તેની એક એક રીત અથૅસભર
અને જઈ રહયું કહેવા માટે
કંઈક તેનું આતુર મુખ
પણ કદાચ
આવ્યું વચ્ચે આવરણ કાં લજ્જા
છતાંય તેના મમૅપૂણૅ શબ્દો
કહયાં તેણે સાગર ને' નેં,
સાગર તેનો સંદેશો પહોચાડવા
રાત'દિ અથડાતો કુટાતો
ડુંગરો, પવૅતો ને મારતો,
માથું પછાડતો ફંગોળાઈ રહયો
દૂર દૂર અંતરે
અને મંઝિલ સુધી પહોંચતાં
પહેલા જ ભૂલી ગયો
બોલ વિહગ ના!
પણ
કેમ? વિહગ ને કંઈક કહેવું હતું... 

                                                               "માહી" મનસ્વી ડોબરીયા

Friday 6 May 2011

બારીશ કી બોછાર મે...



 બારીશ કી બોછાર મે...


રિમ ઝિમ બરસતી બારીશ કી બોખાર મેં,
બિન કપડોં કે જનમાગૅ કી ઉપર
ચલ રહી હૈ ધે સખીયૉં
એક મૈં ઔર એક તુમ
ભિગ રહા હૈ પૂરા બદન 
રિમ ઝિમ બરસતી બારીશ કી બોછાર મેં,
આતી હૈ ઠંડી લહેરે ઔર ચલી
જાતી હૈ બિઝલી શી એક કાંપ છોડકર
બિઝલી કી ડરાવની આવાજ
તાલ મીલા રહી હૈ
રિમ ઝિમ બરસતી બારીશ કી બોછાર મેં, 
ઠંડ સે બચને કે લીયે કુકડાતી હૂં
અપને દોનોં હાથો કો ઔર
ચોંક જાતી હું કયોંકી
ભિગે બદન પે કપડેં થે સૂખે
રિમ ઝિમ બરસતી બારીશ કી બોછાર મેં...

                                                           "માહી" મનસ્વી ડોબરીયા