Friday 6 May 2011

બારીશ કી બોછાર મે...



 બારીશ કી બોછાર મે...


રિમ ઝિમ બરસતી બારીશ કી બોખાર મેં,
બિન કપડોં કે જનમાગૅ કી ઉપર
ચલ રહી હૈ ધે સખીયૉં
એક મૈં ઔર એક તુમ
ભિગ રહા હૈ પૂરા બદન 
રિમ ઝિમ બરસતી બારીશ કી બોછાર મેં,
આતી હૈ ઠંડી લહેરે ઔર ચલી
જાતી હૈ બિઝલી શી એક કાંપ છોડકર
બિઝલી કી ડરાવની આવાજ
તાલ મીલા રહી હૈ
રિમ ઝિમ બરસતી બારીશ કી બોછાર મેં, 
ઠંડ સે બચને કે લીયે કુકડાતી હૂં
અપને દોનોં હાથો કો ઔર
ચોંક જાતી હું કયોંકી
ભિગે બદન પે કપડેં થે સૂખે
રિમ ઝિમ બરસતી બારીશ કી બોછાર મેં...

                                                           "માહી" મનસ્વી ડોબરીયા     

Wednesday 4 May 2011

મુસ્કાન.........



 મુસ્કાન...


સિમેન્ટના કોચલામાંથી નીકળીને,
જોઈ મેં એક પગદંડી
ઉપાડ્યા પગ તેના તરફ,
તેણે પહોંચાડી
મને
એક બાગ સુધી
બાગમાં જોયા મેં રંગબેરંગી ફૂલો અનેક
ને વિચાર આવ્યો :-
"લઈ લઉં એકાદ ફૂલ
તમારી ભેટમાં"
ને,
નજર માં તમને રાખીને ચૂંટવા
ગઈ હું એક ફૂલ
પરંતુ,
એકપણ ફૂલ નહોતું એટલું
મનમોહક,
જેટલી તમારી "માહી" માટેની
એક "મુસ્કાન"

                                                          મનસ્વી ડોબરીયા "માહી"