Monday, 15 July 2013

પસ્તાવો....



પસ્તાવો...


ભગવાન....  !
હોય ગુસ્સો પણ આવો?
કે જેનો નથી કંઈ જ વાંક
તેના માટે મારામાં
આટલો મોટો વળાંક?
કહી કહી ને શું કહ્યું
એણે મને?
એજ ને કે જે લાગ્યું
સત્ય તને?
જાણવા છતાય કર્યો મે
એના પર ગુસ્સો,
જેથી હું જ થઈ દુ:ખી આખરે ને
ઘટયો એનો જુસ્સો...
જે પણ થયું એના માટે
દિલ થી ક્ષમા માંગુ છું,
મારા આ ગુસ્સા માટે
પ્રેમ થી સજા માંગુ છું,
વચન છે રાખીશ ધ્યાન
નહિ કરું ક્રોધ
માહિ નું છે આ બ્યાન
ના કર બીજી શોધ.

                                                         મનસ્વી ડોબરીયા "માહી"

Thursday, 20 June 2013

હ્રદય નથી...



                                                                       

  હ્રદય નથી...

ક્યાં મૂકું 'પ્રકાશ' હું તને?

                            આપવા તુજને પરછાઈ નથી.
ક્યાં રાખુ 'કાચ' હું તને?
                              જોવા તારા માં પ્રતિબિંબ નથી.
ક્યાં બાંધુ 'ઘડિયાળ' હું તને?
                               આપવા તુજને સેકન્ડ'ય નથી.
ક્યાં મૂકું 'ફરપરતાં પાન' હું તને?
                              આપવા તુજને પવન નથી.
શું કરૂ 'શરણાઈ' હું તને?
                            આપવા તુજને શૂર નથી.
શું કરૂ 'જીવન' હું તને?
                                      જીવવા "માહી" પાસે હ્રદય નથી

                                                            "માહી" મનસ્વી ડોબરીયા

Tuesday, 18 June 2013

ક્ષિતિજ ની પેલેપાર...





ક્ષિતિજ ની પેલેપાર...


શું દરીયો હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
તેનો ઘડવૈયો હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
તેનો અજહર હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
શું સૂરછ હસ્તો હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
કે આમ જ બળબળતો હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
આખરે શું હશે?
ક્ષિતિજ ની પેલેપાર...
"માહી" નું મન તો છે જ
ક્ષિતિજ ની પેલેપાર...
                                                        
                                                               "માહી" મનસ્વી ડોબરીયા