Thursday, 14 July 2011

તું સુવાસ રેલાવ...





તું સુવાસ રેલાવ...

મારા હૈયા નો હાર બની ને,

હૈયા ને શોભાવજે તું,
દિલ નો દરીયાવ તણો,
પ્રેમ માં ડુબાડજે તું,
મારા અંતર નો નાદ સુણી ને,
ભીતર સુવાસ રેલાવજે તું,
જીવન ના સોના ના સૂયૅ ને,
માહી તણા પ્રેમ થી વધાવજે તું.

                                                                     "માહી" મનસ્વી ડોબરીયા

Thursday, 30 June 2011

કંઈક કહેવું હતું...




કંઈક કહેવું હતું...


કેમ? વિહગ ને કંઈક કહેવું હતું... છતાં ખચકાતું હતું
વળી તેની એક એક રીત અથૅસભર
અને જઈ રહયું કહેવા માટે
કંઈક તેનું આતુર મુખ
પણ કદાચ
આવ્યું વચ્ચે આવરણ કાં લજ્જા
છતાંય તેના મમૅપૂણૅ શબ્દો
કહયાં તેણે સાગર ને' નેં,
સાગર તેનો સંદેશો પહોચાડવા
રાત'દિ અથડાતો કુટાતો
ડુંગરો, પવૅતો ને મારતો,
માથું પછાડતો ફંગોળાઈ રહયો
દૂર દૂર અંતરે
અને મંઝિલ સુધી પહોંચતાં
પહેલા જ ભૂલી ગયો
બોલ વિહગ ના!
પણ
કેમ? વિહગ ને કંઈક કહેવું હતું... 

                                                               "માહી" મનસ્વી ડોબરીયા

Friday, 6 May 2011

બારીશ કી બોછાર મે...



 બારીશ કી બોછાર મે...


રિમ ઝિમ બરસતી બારીશ કી બોખાર મેં,
બિન કપડોં કે જનમાગૅ કી ઉપર
ચલ રહી હૈ ધે સખીયૉં
એક મૈં ઔર એક તુમ
ભિગ રહા હૈ પૂરા બદન 
રિમ ઝિમ બરસતી બારીશ કી બોછાર મેં,
આતી હૈ ઠંડી લહેરે ઔર ચલી
જાતી હૈ બિઝલી શી એક કાંપ છોડકર
બિઝલી કી ડરાવની આવાજ
તાલ મીલા રહી હૈ
રિમ ઝિમ બરસતી બારીશ કી બોછાર મેં, 
ઠંડ સે બચને કે લીયે કુકડાતી હૂં
અપને દોનોં હાથો કો ઔર
ચોંક જાતી હું કયોંકી
ભિગે બદન પે કપડેં થે સૂખે
રિમ ઝિમ બરસતી બારીશ કી બોછાર મેં...

                                                           "માહી" મનસ્વી ડોબરીયા     

Wednesday, 4 May 2011

મુસ્કાન.........



 મુસ્કાન...


સિમેન્ટના કોચલામાંથી નીકળીને,
જોઈ મેં એક પગદંડી
ઉપાડ્યા પગ તેના તરફ,
તેણે પહોંચાડી
મને
એક બાગ સુધી
બાગમાં જોયા મેં રંગબેરંગી ફૂલો અનેક
ને વિચાર આવ્યો :-
"લઈ લઉં એકાદ ફૂલ
તમારી ભેટમાં"
ને,
નજર માં તમને રાખીને ચૂંટવા
ગઈ હું એક ફૂલ
પરંતુ,
એકપણ ફૂલ નહોતું એટલું
મનમોહક,
જેટલી તમારી "માહી" માટેની
એક "મુસ્કાન"

                                                          મનસ્વી ડોબરીયા "માહી"

Sunday, 24 April 2011

અરમાન…

        




      અરમાન…

ભાગ્યનો જો સાથ મળે તો,
                           સૂર્ય  વિનાની ઉષા માંગુ
દિવસ-રાત નો સાથ કળે તો,
                           રાત વિનાનો દિવસ માંગુ  
રવિ વિનાની રોશની જળે તો,
                           તેલ વિનાનો અજવાસ માંગુ
સાગરના પાણી ઓછા પડે તો,
                           ઝાંઝવાના જળમાં તરવા માંગુ
અનીલ વિનાની ઉડાન મળે તો,
                           નભને બાહો માં ભરવા માગું
"માહી" ના ઉગતા અરમાન ભળે તો,
                            આંખો માં કેદ કરવા માગું

                                                                      મનસ્વી ડોબરિયા "માહી"

ચહેરો…


                           
           
  
      ચહેરો

કાજળ નાં છે કિનાર,
                તારા ચહેરાની લગોલગ
મહેંદી ના છે ફૂવાર,
                તારા ચહેરાની લગોલગ
દુન્યવી સુખ છે અંગાર,
                તારા ચહેરાની લગોલગ
ચાંદની આંખો માં પીનાર,
                તારા ચહેરાની લગોલગ
સાગરનાં નીર પણ કિનાર,
                તારા ચહેરાની લગોલગ
"માહી"પણ છે જીનાર,
                તારા ચહેરાની લગોલગ

                                                                            મનસ્વી ડોબરિયા "માહી"